Blogs

શ્રીમદ્દ ભગવદ્દગીતા જયંતી, માગશર સૂદ ૧૧, ૨૦૭૭

આર્ષ અધ્ય્યન કેન્દ્ર, ભુજ

Carousel imageCarousel imageCarousel imageCarousel image

જીવનમાંથી ભય- શોક -વિષાદ જેવા ભાવો માંથી શ્રીમદ્દ ભગવદ્દગીતા મુક્તિ અપાવે છે

માનવજીવનમાં વિવિધ તબક્કે વ્યક્તિના જીવનમાં એવી પરિસ્થિતિઓ ઉભી થાય છે જેથી વ્યક્તિ ભય-શોક કે વિષાદની લાગણી અનુભવે છે.

જીવનનાં આ તબક્કામાં વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન ન મળે તો વ્યક્તિનું જીવન સ્તર ખૂબ નીચું આવી જાય છે અને છેવટે વ્યક્તિને ડિપ્રેશન અને આત્મહત્યા તરફ પ્રેરે છે, પરંતુ ભારતીય સનાતન સંસ્કૃતિના શિરમોર એવા શ્રીમદ્દ ભગવદ્દગીતા ગ્રંથનું માર્ગદર્શન લેવામાં આવે તો વ્યક્તિ હકારાત્મક અભિગમ કેળવી અને સંસારિક આફતને અવસર માં ફેરવી અને વિપરીત સંજોગોમાંથી પોતાની જાતને બહાર લાવી સારુ જીવન જીવી શકે છે. આવો ઉપદેશ માગશર સુદ-૧૧ ના શ્રીમદ્દ ભગવદ્દગીતા જયંતીના દિને સર્વે ભક્તો અને સાધકોને આર્ષ અધ્યયન કેન્દ્રના આચાર્ય સ્વામીશ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી એ ઉદબોધન દરમિયાન આપેલ હતો.

માધાપર આશ્રમ ખાતે covid-19 બધા જ નિયમોનું ચુસ્ત પાલન કરીને મર્યાદિત સાધકોની ઉપસ્થિતિ માં સવારે શ્રીમદ્દ ભગવદ્દગીતા ના 18 અધ્યાય નું સામૂહિક પઠન દ્વારા અનુષ્ઠાન કરાવ્યું હતું.

સમગ્ર સપ્તાહ ને પણ ગીતા જ્ઞાન પ્રચાર સપ્તાહ તરીકે ઉજવીને ગણેશ નગર ખાતે શ્રી ગોગા મંદિર અને ભુજના પ્રાચીન શ્રી દ્વારકાધીશજીના મંદિર ખાતે સ્વામીજીના ગીતા પ્રવચનો ની સત્સંગ શ્રેણી નું જ્ઞાન યજ્ઞ પણ યોજવામાં આવેલ.

તારીખ 25 ડિસેમ્બરના કાર્યક્રમમાં આશ્રમમાં સોલાર સિસ્ટમની ભેટ આપનાર સાધકો

હંસાબેન ચૌહાણ અને તરલીકા બેન મહેતા નું સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમને ટ્રસ્ટીશ્રીઓ અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો